Movie review: Loving Vincent
આજે એક ફિલ્મ જોઈ,
લવિંગ વિન્સેન્ટ, જે વિખ્યાત (મૂળ નેધરલેન્ડ ના) ફ્રેન્ચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોહ્ (Vincent Van Gogh) ના જીવન પર આધારિત એનિમેટેડ મૂવી છે.
વિન્સેન્ટ વિશે, અગર Google AI ને પૂછશો તો એ કંઈક આવી રીતે સમજાવશે
Vincent van Gogh's style, classified as Post-Impressionism, is characterized by bold, expressive brushstrokes, vibrant colors, and a strong sense of emotion and symbolism. He utilized thick, impasto application of paint, creating a textured surface, and often employed swirling, dynamic lines to convey movement and energy. His work is deeply personal, reflecting his subjective experiences and emotions through his unique artistic language.
વિન્સેન્ટ વિશે આમ વર્ષો થી અડછતી રીતે ખ્યાલ હતો, પણ સૌ થી પહેલા વિન્સેન્ટ ને એકદમ નજીક થી જોવાનો ચાન્સ 2017 માં મળેલો, જ્યારે મહેશ રૂપરાવ ઘોડેસવાર નું એક નાટક વિન્સેન્ટ જોયું. નાટક માં રૂપાંશી કશ્યપ ના કથક થ્રુ દર્શન થયા વિન્સેન્ટ ની જીવની ના અમુક અંશો. જેમાં પોતાની પ્રેમિકા માટે જમણો કાન કાપી ને ગિફ્ટ માં આપતો વિન્સેન્ટ, પોતાના ભાઈ થીઓ (Theo) ને પત્ર લખતો વિન્સેન્ટ, પેરિસ ની ગલીઓ થી કંટાળી ને ફ્રાન્સ ન નાનકડા ગામ માં વસવા જઈ ને ચિત્રો દોરતો વિન્સેન્ટ દેખાયો.
ત્યાર બાદ, ગુગલ ની મદદ થી વિન્સેન્ટ ના ચિત્રો જોવાનો લહાવો મળ્યો, એણે બનાવેલા starry night ને ઇન્ટરનેશનલ રિક્ગનીશન મળતા જોયું.
જોયું કે વિન્સેન્ટ ને જીવન ભર પારાવાર દુઃખ મળ્યું, માતા પિતા દ્વારા અપમાનિત થયા બાદ, બે ત્રણ નોકરીઓ માં થી કાઢી મુક્યા બાદ, પ્રેમિકા દ્વારા ધુત્કાર મળ્યા બાદ, વિન્સેન્ટ ને જીવન માં જીવવા જેવું કઈ હતું જ નહીં.
કહેવાય છે કે વિન્સેન્ટ ને પીળો રંગ ખૂબ ગમતો, એને એમ કે પીળો રંગ એના અંદર ની કાળાશ ને દૂર કરી શકે, એમ સમજી બે બિચારો પીળો રંગ ખાતો....
(કહેવાય છે કે એ Yellow paint માં રહેલ સીસુ એને Lead Poisoning કરી ગયું, અને સામાન્ય ડિપ્રેશન માં થી એ suicidal ડિપ્રેશન માં ઢળી પડ્યો)
જીવન ના 28 વર્ષ સમાજ ને રાજી રાખવા માટે એણે અલગ અલગ પ્રયત્નો કર્યા, અલગ અલગ નોકરીઓ અજમાવી, પણ નિષ્ફળતા જેનો હાથ ઝાલી લે, એને એમ આસાની થી છોડતી નથી.
થાકી હારી ને જ્યારે અન્ય લોકો દારૂ ની બોટલ ઉપાડે, ત્યારે વિન્સેન્ટ એ ઉપાડ્યું પેઇન્ટબર્શ, ભાઈ થિઓ પાસે થી માંગેલા અમુક પૈસા થી થોડા કેન્વાસ, અને થોડા રંગો લઈ ને, ઉપડ્યો ફ્રાન્સ ના ઉત્તર માં આવેલ ગામ ઔવેર્સ–સુર–વાઝ(Auvers-sur-Oise).
ફિલ્મ ની કહાની શરુ થાય છે એના મૃત્યુ ના અમુક સમય બાદ.
જ્યારે ગામ ના પોસ્ટ માસ્ટર, જે વિન્સેન્ટ ના મિત્ર છે, એ પોતાના રખડું દીકરા આર્મો રૂલાં (Armand Roulin) ને એક કામ સોંપે છે. વિન્સેન્ટ ના ઘર માં થી મળેલો એક પત્ર, એના ભાઈ થીઓ ને પહોંચાડવા નો છે. ઇન્ટરનેટ પર આવતા Memes ની જેમ પુત્ર એના પપ્પા ને કહે છે, "Bro, why don't you just post it in the mail ?". પિતા કહે છે કે મોકલી જોયું, પણ ફ્રાન્સ ની પોસ્ટ સિસ્ટમ એ Mr. Gogh ને શોધી શકી નથી, પત્ર રીટર્ન આવેલો છે.
પુત્ર આમ તોફાની છે, બધા સાથે રોજ નવા નવા ઝઘડા કરતો રહેતો હોય છે. Maybe આ કામ આપી ને પિતા એને કોઈ શિખામણ આપવા ઇચ્છતો હોય એવું બને. અત્યાર સુધી વિન્સેન્ટ ના ઢગલા બંધ પત્રો ડિલિવર કરી ને એની સાથે એક અનન્ય સંબંધ બની ગયો છે, ભાઈબંધ ના મૃત્યુ બાદ એનો આખરી પત્ર પહોંચાડવા ની પોતાની એક Moral responsibility સમજે છે.
કચવાતા મને, આ કાગળ લઈ ને આર્મોન ભાઈ Theo ને શોધવા નીકળે છે, જ્યારે એના ગામ પહોંચે છે ત્યારે ખબર પડે કે ભાઈ ન મૃત્યુ ના ગમ માં Theo નું પણ મોત નીપજ્યું છે.
ભમતાં ભમતાં વિન્સેન્ટ જેની દુકાન થી પેન્ટિંગ નો સામાન ખરીદતો, એ દુકાન એ આવી ને પૂછ પરછ કરે છે, દુકાનદાર આર્મોન ને કહે છે, કે વિન્સેન્ટ એના મૃત્યુ પહેલા એક ડોક્ટર પૌલ ગાશે ની સારવાર લેતો હતો. બંને વચ્ચે એક ડોક્ટર દર્દી નો નહી, પણ ગાઢ મિત્રતા નો સંબંધ હતો. એટલે સુધી કે વાન ગોહ્ ની શોકસભા માં ડોક્ટર ને રડતા જોઈ અમુક લોકો ને લાગ્યું કે એજ એનો સગો ભાઈ છે.
આખી કહાણી તો અહીંયા નહીં કહું, પણ એ ડોક્ટર ને શોધવા જતા આર્મોન અલગ અલગ લોકો ના સંપર્ક માં આવે છે. જેમણે વિન્સેન્ટ ને ખૂબ નજીક થી જાણ્યો છે. જે લોકો એ વિન્સેન્ટ ના દુઃખ ને સગી આંખો થી જોયું છે. વિન્સેન્ટ ને ચાહ્યો પણ છે, અને એને નફરત પણ કરી છે.
વિન્સેન્ટ ના મૃત્યુ ના સમયે જે રૂમ ભાડે રાખી ને એ રહેલો, એ રૂમ માં રાત રોકાતા આર્મોન ને અજીબ અનુભવ થાય છે, એને લાગે છે કે આટલો ભલો માણસ આમ આપઘાત તો ન જ કરે, નક્કી દાળ માં કંઈક કાળું છે, એના મૃત્યુ નું કારણ શોધવા ના પ્રયત્નો કરે છે.
આર્મોન એ ગામના સર્વે ને મળે છે, અને જેમ જેમ લોકો સાથે વાતો કરે છે, દરેક પાસે થી એને વિન્સેન્ટ ના જીવન નું અલગ પાસું જાણવા મળે છે. એને અંદર થી વિન્સેન્ટ પ્રત્યે અહોભાવ થવા લાગે છે. એને થાય છે કે એટલો મહાન આર્ટીસ્ટ અંદર થી કેટલો ભાંગી પડેલો હતો...
ફક્ત 8 વર્ષ માં 800 થી વધુ ચિત્રો દોરનાર કલાકાર, એના જીવન દરમિયાન જરાય જશ ન પામ્યો. જીવન ના છેલ્લા 70 દિવસો માં 80 ચિત્રો દોરવા ની જેની ઝડપ હતી, રાત ના મોડે સુધી કે વહેલી પરોઢે, આસમાન ના રંગો ને કેન્વાસ પર કેદ કરવા ની ઝંખના હતી, એની આ સ્વાર્થી દુનિયા એ કોઈ કદર ન કરી.
ટોટલ 1200 જેટલા ચિત્રો માં થી ફક્ત એક ચિત્ર વેચાય, એ કોઈ કલાકાર ને માટે કેટલું હૃદય દ્રાવક હશે ?
ક્યારેક વ્યક્તિ ની કિંમત એના જીવન દરમિયાન થતી નથી, અને મૃત્યુ પછી એના કામ ની ગમે એટલી પ્રશંસા કરો, પણ એને સુધી થોડી પહોંચવાની છે ?
ફિલ્મ ના અંતે, એ વિન્સેન્ટ એ એના ભાઈ ને લખેલ એક પત્ર નો અંશ વાંચે છે.
In the life of a painter, death may perhaps not be the most difficult thing.For myself, I declare, I don't know anything about it.But the sight of the stars, always makes me dream.Why, I say to myself, should those spots of light in the fermament be inaccessible to us.Maybe we can take death to go to a star.
ફિલ્મ પોલેન્ડ અને UK નું સહિયારું સાહસ છે. Polish Film Institute ના Dorota Kobiela અને Hugh Welchman દ્વારા દિગ્દર્શિત એક મોડર્ન પ્રણાલી થી એનિમેટેડ છે.
અહીં આખી ફિલ્મ ની બધી ફ્રેમ, 100 જેટલા ચિત્રકારો દ્વારા હાથે થી પેન્ટ કરાયેલી છે, અને વાન ગોહ્ ની સ્ટાઇલ માં, જાણે એના જ રંગો થી એનું જીવન પડદા ઉપર ઉભરી આવે છે.
જે લોકો વાન ગોહ્ ને જાણતા હશે, એમને ખ્યાલ હશે કે વાન હંમેશા ઓઈલ પેન્ટ થી કેન્વાસ પર ચિત્રો બનાવતો. એની હેવી બ્રશ સ્ટ્રોક ની જે શૈલી હતી, એ અહીં ફિલ્મ ની દરેક ફ્રેમ માં છતી થાય છે.
જાણે વાન ગોહ્ ના ચિત્રો નું જીવતું જાગતું exhibition જોઈ લો. કલાકારો એ ખૂબ જહેમત થી પહેલા દરેક સીન ને ગ્રીન સ્ક્રીન પર શૂટ કર્યા છે, એ પછી પેઈન્ટરઓ એ દરેક સીન માં બેક ડ્રોપ માં એ સીન ને લગતું વિન્સેન્ટ નું પેઇન્ટિંગ દોર્યું છે, એક જગ્યા એ ડાયરેક્ટર એ ખુદ કબૂલ્યું છે, કે અમે અત્યાર સુધી ની ફિલ્મ મેકિંગ ની સૌ થી ધીમી પ્રણાલી થી આ ફિલ્મ બનાવી રહ્યા છીએ.
ફિલ્મ ના થોડા એલિમેન્ટ્સ જરાક મગજ ઉપર થી જતા લાગે, ક્યારેક કંટિન્યુટી માં ગેપ લાગે, થોડી સેડ અને ડિપ્રેસિંગ લાગવાની પૂરે પૂરી શક્યતા છે. પણ જે લોકો ને Melancholic Beauty સમજાય છે, તેમના માટે તો જલ્સો છે.
સ્વાભાવિક વાત છે કે મારા તમારા જેવા લોકો એ રોજ બરોજ ન કામ માં વિન્સેન્ટ ના બધા આર્ટવર્ક્સ ન જ જોયા હોય. એટલે જ્યારે વિન્સેન્ટ ના બધા ચિત્રો અહીં એક સાથે, એક કહાની સાથે એનિમેટેડ ફોર્મ માં મળે, તો એ લહાવો લેવાય જ.
Artists ની મહેનત સારી છે, Douglas Booth, Jerome Flynn, Saoirse Ronan (જેનો ઉચ્ચાર "સર્શા રોનન" છે) વગેરે નો અભિનય તારીફ કરવા જેવો છે.
જરાક ડાર્ક છે, જરાક melancholy છે, પણ ઓવર ઓલ જ્યારે ફિલ્મ પૂરી થાય ત્યારે જીવન પ્રત્યે ના એક નવો અભિગમ ખીલે.
મફત માં જોવી હોય તો (બ્રાઉઝર માં સારા એડ બ્લોકિંગ extension સાથે) અહીં જોઈ શકો છો.
ફિલ્મ ગમે, અને મારા જેમ ઈન્ટરનેટ નો કીડો હોય, તો વિકિપીડિયા ઉપર વિન્સેન્ટ નું પેજ છે, એના પર આંટો મારી આવજો, વિકિમીડિયા ઉપર એના ચિત્રો ની ઘણી સારી HD પ્રિન્ટ પણ મળી જશે.
લક્ષ્મીજી ની કૃપા હોય, અને યુરોપ ની ટ્રીપ કરવા જવાય એમ હોય તો એમ્સ્ટેરડેમ માં Van Gogh Museum છે, જાવ તો મને ય સાથે લેતા જજો!
Comments
Post a Comment