જીવન માં શું શું કરતો રહ્યો હું- a poem

હું જ છું, હું જ છું , કરતો રહ્યો હું;
વાદળ ને બાથમાં ભરતો રહ્યો હું;
સાચો ફક્ત હું જ બીજા બધા ખોટા,
ભ્રમણાથી મનને છળતો રહ્યો હું;
ફૂલો ની ખુશ્બૂ તો માણી નહી કદી,
બસ, કાંટે-કાંટે "આહ" કરતો રહ્યો હું,
રોજ સુરજ ઉગ્યો,મને ખીલવવાને કાજ,
ને વાસંતી બાગીચા માંય સડતો રહ્યો હું;
શ્રાવણના મેઘની તો વાત જ ક્યાં પૂછવી!
વરસતા ભાદરવેય બળતો રહ્યો હું;
કાલ શું કરીશ એના પ્લાનીંગ માં જ
આજથી ય ભાગતો ફરતો રહ્યો હું,
સંબંધો ની જાળમાં કોણ ફસાય?
હુંફાળી ગોદ માંય ઠરતો રહ્યો હું,
સાંજ પેલાજ મે તો શમણાં જોઈ નાખ્યા;
ને ખુદ ના જ પડછાયા થી ડરતો રહ્યો હું,
જિંદગી છે ક્ષણિક પરપોટા ની જેમ;
તોય ક્ષણે ક્ષણે જિંદગી માં મરતો રહ્યો હું...............

Comments

Post a Comment

Popular posts from this blog

આકાશ ને થીંગડું મારી શકાય?

Book review "In Other Words" by Jhumpa Lahiri

Book Review: 100 Selected Stories by O. Henry