Zubaan-film review

સંસાર નો નિયમ છે, જેની tweet સારી હોય એના blog સારા હોય એ જરૂરી નથી. એવીજ રીતે, જેનું trailer સારું હોય એનું મૂવી ય સારું હોય એ જરૂરી નથી.


Yesterday, I watched the film "Zubaan" (ઝુબાં ).
It was so good, so well promoted, {insert sarcasm here} that there was a #Crowd Of TOTAL 8 people in the hall !
The whole of the audience fit into a single elevator on the way out. While entering into the cinema, we bumped into an acquaintance who asked what movie we were watching, hearing our reply, she said with amusement: "Zubaan? આ ક્યુ મુવી છે, એનું તો ક્યાંય પોસ્ટર પણ દેખાતું નથી!"


We laughed at her, but once in the theatre, halfway through the film, we realized who had the last laugh.

Zubaan movie ના 3 tenets છે.

(1) હીરો વિકી કૌશલ ની ધાંસુ એપ્રોચ, જે એને રાતોરાત એક અબજોપતિ business tycoon નો એકદમ ખાસમખાસ માણસ બનાવી દે છે.

(2) એ અબજોપતિ- ગુરુ સિકંદજેનું નામ છે- એની પોતાની cheating wife અને એના illegitimate દીકરા પ્રત્યેની બેહિસાબ Hatred.

(3) અને Music, જે દિલશેર ની મઁઝીલ છે, એનું એકમાત્ર life beacon છે. ને જેના મૂળે, બાળપણ માં એના બાબા પાસે થી સાંભળેલું કીર્તન છે, અને બહેરાશ ને કારણે બાબા એ કરેલ Suicide ને પગલે દિલશેર ને વળગેલી Stammering છે.
એ music, કે જે એને જુવાની માં બીબા (હિરોઈન)પાસે લઇ જાય છે. . . .


બસ હરી ફરી ને આટલું જ છે.


Vicky Kaushal, કે જેનો ચેહરો થોડો થોડો Gerard Butler જેવો લાગે, એણે સરસ કામ કર્યું છે, જાણે એના જ ખભા પર આખી મુવી આગળ વધે છે. પરંતુ એ સિવાય ના પાત્રો , સૂર્યા, મંદિરા, પેલી છોકરી બીબાજી, તો જાણે હજુ હાલજ એક્ટિંગ સ્કૂલ માંથી પાસ થયા હોય એમ કાચા લાગે છે. ગુરુચરણ નું કામ ઠીકઠાક છે. મતલબ સાવ ભંગાર નહિ, પણ સાવ કાબિલે તારીફ પણ નહીંજ.


બીજા પાસાઓ ની વાત કરીયે તો background music માં એ લોકો જરા confused હોય એવું વારંવાર લાગ્યા કરે. ક્યારેક loud તો ક્યારેક એકદમ inaudibly ડિમ મ્યૂઝિક છે. શરુ શરુ માં તો મને લાગ્યું કે maybe થિએટર ની સાઉન્ડ સિસ્ટમ બગડી હશે. પણ ધીમે ધીમે એ  આશાએ પણ સાથ છોડી દીધો.

Sets and locations ઠીકઠાક. એક રણ ના સીન ને બાદ કરતા બીજું કઈ વધુ outdoor શૂટિંગ કરવું પડ્યું નથી.  ને ઇન્ડોર લોકેશન્સ માંય વચ્ચે વચ્ચે brightness ની તીવ્ર અછત વર્તાયા કરે.

આ મુવી જોતા મને મારા એક ટીચર યાદ આવી ગયા. સ્વભાવે મેડમ બહુ કડક, સો I was thinking કે ભૂલ થી એ મેડમ ને આ મૂવી જોવા બેસાડ્યા હોય તો કેવા અભિપ્રાય આપે ?

*"હે ભગવાન !!! (માથું કૂટવાની acting)
  શું થશે આ છોકરા નું ?
મૂરખા ને ખબર જ નથી એને શું કરવું છે જીવન માં !"

* "ભાઈશાબ..... તું મને એમ કે, તારે કરવું છે શું?
તારે business કરવો છે?  તો business કર.
તારે music માં આગળ વધવું છે? તો ગીતો ગા.
"પણ નક્કી કરી ને મને કે.....
આ શું ઘડીક એમ ને ઘડીક આમ માંડ્યું છે .... ?"


Actually ટ્રેલર માંજ મુવી ની 85% સ્ટોરી ની ખબર પડી ગઈ હતી. એટલે ડિરેક્ટર મોઝેઝ સિંઘે એ cliche પોઇન્ટ હિટ કરવા બહુ વાર નથી લગાડી...

(અરે એજ જૂનો ચવાઈ ગયેલો પ્લોટ: એક ગરીબ છોકરો, શેઠ ની એકાદ નાનકડી પ્રોબ્લમ સોલ્વ કરીને શેઠ નો માનીતો બની જાય, અને ધીરે ધીરે શેઠ એને પોતાના દીકરા ની જેમ રાખવા લાગે. આ જોઈ ને શેઠ ના સાચા દીકરા ને આપણો હીરો આંખ માં કણા ની જેમ ખૂંચવા લાગે, ને એનો કાંટો કાઢવા એ નીચતા ની નવી જ સીમા સુધી પહોંચી જાય.)

રાઘવ, કે જેણે ગુરુચરણ ના રિયલ દીકરા નો રોલ કર્યો છે, એને જોઈને તો એમ જ થાય કે યાર ખોટી જગ્યા એ પોતાનું ટેલેન્ટ વેસ્ટ કરી રહ્યો છે બિચારો ! એણે તો આખી જિંદગી એકતા કપૂર ની સીરીયલો જ કરવી જોઈએ. એક્સક્લુઝિવલી!
એ ભાઈ ની 10 મિનિટ ની એક્ટિંગ જોઈ ને મારી એક ફ્રેન્ડ એ કમેન્ટ કરી કે "યાર, આ તો સાવ છોકરી જેવો લાગે છે!" Probably એટલે જ એને આખી ફિલ્લમ માં bearded અને સુટેડબુટેડ બતાવ્યો છે.
You know! "કોઈ ડાઉટ મત રખના....."


આમ જોતા તો સૂર્યા એ ગુરુ નો રિયલ સન નથી એ એના પહેલા જ સીન માં ખબર પડી જાય એવું છે. એના માટે ડિરેક્ટરે આખી વાર્તા 2 કલાક ખેંચવાની જરૂર હોય એવું ક્યાંય મને લાગ્યું નહીં.


Heroine ની વાત કરીયે તો Sarah Jane Dias જેવું કૈંક અંગ્રેજી નામ છે. (મિત્રો મારા અજ્ઞાન બદલ મને માફ કરશો પ્લિઝ!) એનું કામ શું છે એના વિષે મને હજુ પ્રશ્ન છે. I mean એ સિંગર છે, ડાન્સર છે, કોરિયોગ્રાફર છે, કે પછી interior designer છે? આખી મૂવી માં મને તો એની એક જ વસ્તુ ગમી, એની choice ઓફ colors.


જસ્ટ ઈમેજીન,
કોઈ પુરાતન કિલ્લા ની વચ માં, જુનવાણી stone architecture વાળા અંધારિયા લોકેશન માં આધુનિક party નો માહોલ છે. રંગબેરંગી લાઈટો છે, નશા માં ધૂત લોકો ધૂણી રહ્યા છે. આમ એક કુવા માં (yes! Really, કુવો કે વાવ જેવું જ કોઈ સ્ટ્રક્ચર છે) જેમાં દીવાલ ને અડકીને રંગબેરંગી લાઈટો લટકાડેલી છે, અને નીચે, ankle deep પાણી ની વચ્ચોવચ એક wrought Iron નો બેડ છે, જેમાં ઓરેંજ કલર ની બેડશીટ્સ પર આપણી આ Wine-drinking, Pot-smoking હીરોઇન સુઈ રહી છે.

હવે વાત જરા સેન્સ ની બહાર જઈ રહી છે. કે જે છોકરી એના મરેલા ભાઈ ની યાદ માં કોઈ ઇવેન્ટ કરી રહી છે, ને એમાં ખાલી કલોઝ ફ્રેન્ડ્સ ને જ ઇન્વાઇટ કરે છે, not even her boyfriend, એ છોકરી, કોઈ અજાણ્યા વ્યક્તિ ને તરત ઇન્વાઇટ કરી દે છે. કેમ? કેમ કે એ અપની કહાની નો હીરો છે!
અને એ ઇવેન્ટ? અફાટ રણ ની મધ્ય માં એક  star ના શેપ માં એક લાઈટ fixture છે, જેની ફરતે બધા આખી રાત નશા માં ધૂત બની ને નાચે છે ને music વગાડે છે? અને આ નશા ના hangover માંજ સવાર સવાર માં અપડો હીરો કોઈ ગીત ગાય, ને as expected હીરોઇન નું મન મોહી લે!

હાઉ ક્યુટ!

Seriously? Who does that?


I mean, common sense ને ઘરે મૂકીને આવ્યા છે કે શું?
All in all, Story ક્લિશે છે, મ્યુઝિક ઠીકઠાક છે, એક્ટિંગ ચીલાચાલુ છે, ડાયરેક્શન mediocre છે. પણ Vicky Kaushal શાનદાર છે!


(હા બટ, એના સહારે આખી મુવી તો તરી ના શકે ને?)
So, 45/100 points, આમાથી 25 દિલશેર ના, ને 20 બાકી બધાના.

Comments

Post a Comment

Popular posts from this blog

આકાશ ને થીંગડું મારી શકાય?

Book review "In Other Words" by Jhumpa Lahiri

Book Review: 100 Selected Stories by O. Henry