'ટીપૂ'
કલાસમાં નિતનવાં હથોડાં માર્યાં કરે છે- 'ટીપૂ' વગર કારણે અમને હેરાન કર્યાં કરે છે- 'ટીપૂ' મળે થોડી પણ જગ્યા તો આમતેમ ફર્યા કરે એ સરકારી ચૉકથી બસ બોર્ડ ચિતર્યા કરે છે- 'ટીપૂ' જે શબ્દો ને વ્યાખ્યાઓ ખુદનેય યાદ નથી તે 'કડકડાટ' ગોખવાનાં નુસખાં આપ્યાં કરે છે- 'ટીપૂ' ગૂંચવાઇ જે રહ્યાં પોતાનાં જ સવાલો માં ન જાણે કેમ અમને સમજાવ્યા કરે છે- 'ટીપૂ' કેવો એનો પ્રાસ છે ને કેવો આ ત્રાસ છે ઊંઘતા છોકરાંવને ભણાવ્યા કરે છે- 'ટીપૂ' *** થોડું પિષ્ટપેષણ- આ કવિતા originally અમારાં ફાઇનલ યર માં એક સાચ્ચેજ કંટાળાજનક લૅક્ચર દરમિયાન અમે લખી હતી . ને આજે જ્યારે જરા ખાંખાખોળાં કરતાં એ નોટ મારા હાથમાં આવી ત્યારે મને થયું કે boredom ક્યારેક creative પણ બની શકે છે . એ ઑગસ્ટ નાં બફારા માં Over-crowded ક્લાસ રૂમ માં Post-prandial ઉંઘનાં બે-ત્રણ ઝોકાં (Micro-Naps -- you know ! ) લીધા બાદ ની freshness હશે કે એ સાહેબશ્રી નું શાનદાર વક્ત્રુત્વ જેણે આ માસ્ટરપીસ બનાવવાં માટે અમને પ્રેર્યાં એની ચર્યા અનુચિત છે. 'ટીપ...