'ટીપૂ'

કલાસમાં નિતનવાં હથોડાં માર્યાં કરે છે- 'ટીપૂ'
વગર કારણે અમને હેરાન કર્યાં કરે છે- 'ટીપૂ'
મળે થોડી પણ જગ્યા તો આમતેમ ફર્યા કરે એ
સરકારી ચૉકથી બસ બોર્ડ ચિતર્યા કરે છે- 'ટીપૂ'
જે શબ્દો ને વ્યાખ્યાઓ ખુદનેય યાદ નથી
તે 'કડકડાટ' ગોખવાનાં નુસખાં આપ્યાં કરે છે- 'ટીપૂ'
ગૂંચવાઇ જે રહ્યાં પોતાનાં જ સવાલો માં
ન જાણે કેમ અમને સમજાવ્યા કરે છે- 'ટીપૂ'
કેવો એનો પ્રાસ છે ને કેવો આ ત્રાસ છે
ઊંઘતા છોકરાંવને ભણાવ્યા કરે છે- 'ટીપૂ'







***
થોડું      પિષ્ટપેષણ-
આ કવિતા originally અમારાં ફાઇનલ યર માં એક સાચ્ચેજ કંટાળાજનક લૅક્ચર
દરમિયાન અમે લખી હતી . ને આજે જ્યારે જરા ખાંખાખોળાં કરતાં એ નોટ મારા
હાથમાં આવી ત્યારે મને થયું કે boredom ક્યારેક creative પણ બની શકે છે .
એ ઑગસ્ટ નાં બફારા માં Over-crowded ક્લાસ રૂમ માં Post-prandial ઉંઘનાં
બે-ત્રણ ઝોકાં (Micro-Naps -- you know ! ) લીધા બાદ ની freshness હશે કે
એ સાહેબશ્રી નું શાનદાર વક્ત્રુત્વ જેણે આ માસ્ટરપીસ બનાવવાં માટે અમને
પ્રેર્યાં એની ચર્યા અનુચિત છે.
'ટીપૂ' એ મારું અને એક મિત્ર નું સહિયારું ક્રિયેશન છે . (જો કે mayb એ
મિત્ર નો ભાગ જરા મોટો હશે ! ) ને અમુક Changes જનતા નાં પણ ખરા . But
whatever એ લખતી વખતે લખાઇ તો ગઇ , પણ ખરો આનંદ તો ચાલુ લેક્યરે એ નોટબુક
પાસ કરવામાં ને વાંચીને આવતાં ખડખડાટ Laughter ને Suppress કરવામાં જ
આવ્યો .
અમારી આ રચના નો Concept તો જાણે કથિત લૅક્ચરનો હતો , પણ આ નામ મૂળે એક
બીજાં જ Department નાં સાહેબ નું હતું કે જે પોતે પણ આમાનાં અમુક લક્ષણો
ધરાવતાં હતાં . 'ટીપૂ' વિશેષણ એમને એમની બાળકો ને ટીપવાની અતિપ્રિય આદતને
લીધે મળ્યું હતું . (આ નામાભિધાન માટે વળી અમારાં જ ક્લાસ નાં એક સ્ત્રી
અભ્યાસુ આભારપાત્ર છે .)
અજ્ઞાની લોકોને ખાસ જણાવવાનું કે 'ટીપવું' એ ક્રિયાપદ જે કોઇ નિર્દોષ
વીદ્યાર્થી ને સતત BORING ભાષણ આપવાના સમાનાર્થી તરીકે વપરાય છે . એ શબ્દ
કદાચ કોઇ Standard ગુજરાતી Dictionary માં ના મળે , એ BJMC ની પોતીકી
SLANG માં ઉદ્ભવેલો છે . જેમાં ઉદાહરણરૂપે બીજા શબ્દો 'ઉઘાડ' 'સાયકો' તથા
'ખપત' -- આવા છે.

આ કવિતા એટલે જ હું મારા એ ફાઇનલ યરનાં દિવસો ને Dedicate કરું છું . ને
એ બન્ને સરનો આભાર માનું છું.














Comments

Popular posts from this blog

આકાશ ને થીંગડું મારી શકાય?

Book Review: 100 Selected Stories by O. Henry