જીવનભર દોડ ભાગ કરીને, કહી દે શું કરી લેશે ? નિરંતર માગમાગ કરીને, કહી દે શું કરી લેશે ? ખુદા એ આ જીવન તુજને. દીધું મઘમઘતું ઉર્મિ થી એમાંયે તોલમાપ કરીને,કહી દે શું કરી લેશે ? પરસ્પર સાથ-સંગ કરવા, દીધાં તુજને રૂડા સ્વજનો, સબંધ માં ભાવતાલ કરીને,કહી દે શું કરી લેશે ? લલાટે લેખ લખ્યા 'તા, વિધી એ જે સૃજન સમયે , કરમ થી છેડછાડ કરીને,કહી દે શું કરી લેશે ? લખેલો આંકડો છોડી, નથી કોડી જેની કિંમત, એ નોટો છાપ છાપ કરીને,કહી દે શું કરી લેશે ? અહીં શતરંજના પ્યાદા, મંડાયા ખુદ ખુદા સામે, નઠારા પેચ દાવ કરીને,કહી દે શું કરી લેશે ? થવાનું જે બદન તારું, કદીક બસ રાખ નો ઢગલો, નકામા ઠાઠ-માઠ કરીને,કહી દે શું કરી લેશે ? જો આવ્યો છે આ દુનિયા માં, કંઇક તૂં નામ કરતો જા, ઊમર ભર રંગ-રાગ કરીને,કહી દે શું કરી લેશે ? જીવી લે આ જીવન હાફિઝ, હજી યૌવન ના અજવાળે, બુઢાપે રામ રામ કરીને,કહી દે શું કરી લેશે ?