'બેફામ' વાણી
ગઝલકાર શ્રી બરકત વિરાણી 'બેફામ' ની સુપ્રસિદ્ધ રચના "થાય સરખામણી
......" નાં ચંદ શેરો જે ગઇ કાલે શ્રી મનહર ઉધાસ નાં સુમધુર કંઠે
માણ્યાં, એ અત્રે વિષયવાર ઉપસ્થિત કરું છું -
* ફીલસુફી-
ઘોર અંધાર છે આખી અવની ઉપર,
તો જરાં દોષ એમાં અમારોય છે.
એક તો કઇં સિતારા નહોતા ઉગ્યાં,
ને અમે પણ શમાઓ બુઝાવી દીધી
* ખેલદિલી -
કોઇ અમને નડ્યાં તો ઉભાં રહી ગયાં,
પણ ઉભાં રહી અમે કોઇને ના નડયાં.
ખુદ અમે નાં પહોંચી શક્યાં મંઝિલે,
વાટ એની તો બીજાને બતાવી દીધી.
* એકલતા -
કોણ જાણે હતી એવી વરસો જુની,
જીંદગી દોસ્તો એક તનહાઇની,
કોઇએ જ્યાં આંસુ લુંછ્યું એક તો,
એને આખી કહાણી સુનાવી દીધી.
* ઇર્ષ્યા -
બીક એકજ બધાને હતી કે અમે
ક્યાંક પંહોચી ન જઇએ બુલંદી ઉપર
કોઇએ પીંજરાની વ્યવસ્થા કરી
કોઇએ જાળ રસતે બીછાવી દીધી
* પ્રેમ -
દીલ જવા તો દીધું કોઇનાં હાથમાં,
દિલ ગયાં બાદ અમને ખરી જાણ થઇ.
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એજ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
આવાં ચોટદાર શેરો લખનાર સર્જકને ઝુકી ઝુકી ને સલામ ! !
Comments
Post a Comment