ગઝલ - શું કરી લેશે ?
જીવનભર દોડ ભાગ કરીને, કહી દે શું કરી લેશે ?
નિરંતર માગમાગ કરીને, કહી દે શું કરી લેશે ?
ખુદા એ આ જીવન તુજને. દીધું મઘમઘતું ઉર્મિ થી
એમાંયે તોલમાપ કરીને,કહી દે શું કરી લેશે ?
પરસ્પર સાથ-સંગ કરવા, દીધાં તુજને રૂડા સ્વજનો,
સબંધ માં ભાવતાલ કરીને,કહી દે શું કરી લેશે ?
લલાટે લેખ લખ્યા 'તા, વિધી એ જે સૃજન સમયે ,
કરમ થી છેડછાડ કરીને,કહી દે શું કરી લેશે ?
લખેલો આંકડો છોડી, નથી કોડી જેની કિંમત,
એ નોટો છાપ છાપ કરીને,કહી દે શું કરી લેશે ?
અહીં શતરંજના પ્યાદા, મંડાયા ખુદ ખુદા સામે,
નઠારા પેચ દાવ કરીને,કહી દે શું કરી લેશે ?
થવાનું જે બદન તારું, કદીક બસ રાખ નો ઢગલો,
નકામા ઠાઠ-માઠ કરીને,કહી દે શું કરી લેશે ?
જો આવ્યો છે આ દુનિયા માં, કંઇક તૂં નામ કરતો જા,
ઊમર ભર રંગ-રાગ કરીને,કહી દે શું કરી લેશે ?
જીવી લે આ જીવન હાફિઝ, હજી યૌવન ના અજવાળે,
બુઢાપે રામ રામ કરીને,કહી દે શું કરી લેશે ?
This Gazal is pretty close to my heart, because it has taken almost a day and half to pull the words and the feelings from the depth of my heart, and trying to string them all into a single thread of an Idea.
ReplyDeleteBesides, there was this Awesome Mausam yester day, and I felt the creativity bug within me creeping to life....... This Gazal is the scratch I've attempted to relieve the creative Itch !
If you like this, please hit the share button. As usual, comments, both negative and positive, are open heartedly welcome !
Saras... :-)
ReplyDelete