Speed thrills, but it Kills
આપણી અમદાવાદીઓ ની traffic sense કેવી?
વખાણવા જેવી
કે વખોડવા જેવી?
અમુક દિવસો પહેલાં, મારાં એક Head injury નાં પેશન્ટ ને લઇ ને CT scan કરાવી ને આવતો હતો.
રસ્તા માં ડાબી બાજુ વળવા માટે એમ્બ્યુલન્સ નાં ડ્રાયવરએ ઈંડિકૈટર આપ્યું. ને ત્યાંજ એક લબરમૂંછીઓ એની બાઈક પર ઝૂમ ઝૂમ ઝૂમ કરતોક ને ડાબી બાજુ થી સાઈડ કાપી ને નીકળ્યો, ને એમ્બ્યુલન્સ થી ભટકાતા જરાક માટે રહી ગયો.
આ તો ભલું થજો અનુભવી ડ્રાયવર નું, કે જેણે સમય સૂચકતા વાપરી બ્રેક મારી. બ્રેક વાગતા આખી ગાડી ને જબરદસ્ત ઝાટકો વાગ્યો, જે Head injury નાં પેશન્ટ ને જીવલેણ સાબીત થઈ શક્યો હોત. મારા મેડીકલ નાં ફ્રેન્ડ્સ ને ખબર હશે કે Head injury નાં પેશન્ટ ને cervical કોલર શું કામ પહેરાવતા હોય છે.
નસીબ જોગે કોઈ મોટી દુર્ઘટના ઘટતા અટકી ગઇ.
મને એ નથી સમજાતું, કે એ બાઈક સવાર ને એવી તે શી ઉતાવળ હશે કે એને આવડી મોટી એમ્બ્યુલન્સ ના દેખાઈ, ના તો એને ગાડી પર નું બ્લુ કલરનું લબૂક જબૂક થતુ બિકન દેખાયું, કે ના જોરથી વાગતી સાયરન સંભળાઇ. સાંજ નો વખત હતો, પણ રસ્તો ય કાંઇ અંધારીયો ન્હોતો, અમદાવાદ ના સારા રોડ વાલા વિસ્તાર ની ઘટના છે.
ને કદાચ દેખાઈ પણ હોય, તો એ ભાઈ ને એવું તે શું યુદ્ધ લડવા જવાનું હશે કે માત્ર અડધી સેકન્ડ બચાવવા માટે એણે પોતાની, અને પાછળ બેઠેલી એની પત્ની ની,કે એમ્બ્યુલન્સ માં સવાર પેશન્ટ નાં જીવ ને જોખમ માં મુકી ને સાઈડ કાપવી પડી ?
કપડાં પર થી તો કોઈ સારા કામ થી જતાં હોય એવું લાગતું હતુ. એ મૂર્ખ ને એ ખબર નહીં હોય કે આવા કરમ કરતાં જો એ મરી જશે તો ત્યાં જે લોકો એની રાહ જોતાં હશે એ લોકો પર શું વીતશે ?
એ ડોબા ની અડોડાઈ ને કારણે એણે પોતાનો તો ઠીક છે, પણ જેમનો કોઈ જ વાંક ન્હોતો એવા એની પત્ની નો, અમારી એમ્બ્યુલન્સ માં અમારાં પેશન્ટ નો, ડ્રાઈવર નો, પેશન્ટ નાં પેરેન્ટ્સ નો ને મારો, એમ છ લોકો નાં જીવ જોખમ માં મુકાયા.
મિત્રો, મારી તમને નમ્ર વિનંતિ છે કે પ્લીઝ પ્લીઝ રોડ પર આવા મોત નાં ખેલ ન ખેલો,
તમે તો મરશો પરન્તુ કોઈ નિર્દોષ માનવી ને પણ લેતા જશો.
બે સેકન્ડ મોડા પહોંચશો તો તમારાં વગર કોઈ રાજપાટ નથી લૂંટાઈ જવાના.
જીવતાં રહેશો તો મોડા પડીને ય જવાશે.
બાકી સ્મશાન માં કોઈ વહેલું-મોડું નથી હોતું.
શાંતિ થી ડ્રાઇવ કરો, ને સમજદારી થી નિર્ણય લો.
Comments
Post a Comment